કવિ ઉમાશંકર જોશીનું જીવન અને કવન
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjNwZWFxgxD6CjHWFJfjAEH6RzAQ-2HKXSAkVjOzsSV9jhMOc-lq9_63577putGfm-N731BkHiLQR-lM_K8Es55xDnK-shEjum8YhQUYc7k-rDZrWuuBMUwEs6XZOTcirIIDjJlqdEukfQ/s1600/images.jpg)
કવિ ઉમાશંકર જોશીનો ફોટો પ્રસ્તાવના:- ઉમાશંકર જોશી ગાંધીયુગના બહુમુખી પ્રતિભા ધરાવનાર સારસ્વત હતા. તેઓ ગુજરાતી કવિતાના પ્રથમ પંક્તિ ના ચિરંજીવ કવિ અને વિદ્વાન સાહિત્યકાર હતા. સમકાલીન સાહિત્યકરોમાં અનેક રીતે નોખા તરી આવતા ઉમાશંકર જોશી પ્રજ્ઞાવાન અને પ્રતિભાવાન વ્યક્તિત્વ ધરાવતા હતા. ઉમાશંકર જોશીની સંવેદના વિશ્વમાન સુધી વ્યાપેલી હતી. તેમને ચિંતન અને સર્જનમાં મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને ભારતીય સંસ્કૃતિની અસર જોવા મળે છે. ' હું ગુર્જર ભારતવાસી' ' એ ઉક્તિ જેમને યથાર્થ લાગુ પડે છે એવા આ કવિ વિશે શ્રી વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીએ નોંધ્યું છે કે ," શ્રી ઉમાશંકર જોશી, આપણો નવીન પણ અગ્રણી કવિ , સાહિત્યના અનેક પ્રાંત સર કરનાર સાહિત્યકાર , ગુજરાતી સુક્ષ્મ સંપત્તિ છે. તેમની કૃતિઓનો ઉલ્લેખ બીજા પ્રાંતોમાં પણ એમના જેવા સાહિત્યકાર ગણતર જ હશે." આમ, આ પ...