કવિ ઉમાશંકર જોશીનું જીવન અને કવન
કવિ ઉમાશંકર જોશીનો ફોટો
પ્રસ્તાવના:-
ઉમાશંકર જોશી ગાંધીયુગના બહુમુખી પ્રતિભા ધરાવનાર
સારસ્વત હતા. તેઓ ગુજરાતી કવિતાના પ્રથમ પંક્તિ ના ચિરંજીવ કવિ અને વિદ્વાન સાહિત્યકાર હતા. સમકાલીન સાહિત્યકરોમાં અનેક રીતે નોખા તરી આવતા ઉમાશંકર જોશી પ્રજ્ઞાવાન અને પ્રતિભાવાન વ્યક્તિત્વ ધરાવતા હતા. ઉમાશંકર જોશીની સંવેદના વિશ્વમાન સુધી વ્યાપેલી હતી. તેમને ચિંતન અને સર્જનમાં મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને ભારતીય સંસ્કૃતિની અસર જોવા મળે છે. ' હું ગુર્જર ભારતવાસી' ' એ ઉક્તિ જેમને યથાર્થ લાગુ પડે છે એવા આ કવિ વિશે શ્રી વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીએ નોંધ્યું છે કે ," શ્રી ઉમાશંકર જોશી, આપણો નવીન પણ અગ્રણી કવિ , સાહિત્યના અનેક પ્રાંત સર કરનાર સાહિત્યકાર , ગુજરાતી સુક્ષ્મ સંપત્તિ છે. તેમની કૃતિઓનો ઉલ્લેખ બીજા પ્રાંતોમાં પણ એમના જેવા સાહિત્યકાર ગણતર જ હશે." આમ, આ પથમ પ્રકરણમાં મારો પ્રયત્નો ઉમાશંકર જોશીના જીવન અને કવનને ઉંડાણપૂર્વક સમજવાનો છે.
★ કવિપરિચય:- જ્ન્મ, બાળપણ અને કુટુંબ:-
◆ જન્મ:-
ગુજરાતી સાહિત્યમાં ' વાસુકિ ' અને ' શ્રવણ ' ઉપનામધારી ઉમાશંકર જોશીનો જન્મ ઉત્તર ગુજરાતમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના , ઇડર તાલુકાના બામણ ગામમાં 21 , 1911 ( સવંત 1967ના આષાઢ વદ -10 ) ના રોજ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું આ જ્ન્મસ્થળ ' નાની મારવાડ' તરીકે પણ અળખાતું. ઉમાશંકર જોશીના પિતાનું મૂળ વતન લૂસડીયા ગામ કે જે બમણાથી લગભગ વીસ કિલોમીટર દુર અરવલ્લી પહાડોના વિશાળ વિસ્તારમાં આવેલું છે.
◆ અભ્યાસ , જીવન ઘડતરબળો, કારકિર્દી, પ્રવૃત્તિઓ:-
ઉમાશંકર જોશીએ પ્રાકૃતિક શિક્ષણ 1916 થી 1920 સુધી બામના ગામની પ્રાથમિક શાળામાં લીધું હતું. એ પછી પિતાજીએ ઉમાશંકર જોશીને ઇડર ભણવા મુક્યા કે જિયાં છાત્રાલયમાં ઉમાશંકર જોશીના મોટાભાઈ પણ અભ્યાસ કરતા હતા. પાંચમાં ધોરણથી ઇડરની એંગ્લો- વનાક્યુલર શાળામાં તેઓ દાખલ થયા. આમ, 1921 થી 1927 વર્ષના સમયમાં જ તેમણે એક ખૂબ તેજસ્વી વિદ્યાર્થી તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. દસથી સોળ વર્ષ સુધી તેઓ ઈડર છાત્રાલયમાં રહ્યા અને તેમને પટેલ, રાજપૂત, આદિવાસી વિદ્યાર્થીઓનો પરિચય થયો.આથી તેમને ઘણો અનુભવ થયો. છાત્રાલયમાં ગામની ગુજરાતી શાળામાં ભણતા પન્નલાલ પટેલનો તેમને પરિચય થયો હતો. જો કે પન્નાલાલ પટેલ આઠમાં ધોરણ પછી ભણવામાંથી ઊઠી ગયેલા. તેમણે બાળપણમાં પિતાજી દ્વારા પ્રાપ્ત ' સસ્તુ સાહિત્ય' ની વિવિધ ગ્રંથમાળાનાં પુસ્તકોનું વાંચન ક્યુ.
ત્યારબાદ ' દલપતરામ ' , ' સરસ્વતીચંદ્ર' ભાગ-1 , ગિરિધરકૃત ' રામાયણ' , સાહિત્યરત્નો', ' કાવ્યોમધુરીયો વગેરે તેમણે કથાઓ પણ વાંચી છે. ગુજરાતી વિધિયાપીઠનું રાષ્ટ્રીય વાતાવરણ તેમને સ્પર્શિ ગયું. આથી 1929 માં જાન્યુઆરીથી શરૂ થયેલી અને 34 દિવસ સુધી ચાલેલી ગુજરાત કોલેજની હડતાળમાં તેઓ સામેલ થયા. તેઓ 1930 થી 1934 ના સમયગાળા દરમ્યાન અભ્યાસ છોડીને સ્ત્યાગ્રહી તરીક વિરમગામ છાવણીમાં જોડાયા. તેમને સૌપ્રથમ અનુવાદ તામસ હુડના' ધ સૉન્ડા ઑફ ધ શર્ટ' નો ' પહેરણનું ગીત ' એ નામથી કર્યો. આમ, ઉમાશંકર જોશીએ 1930થી 1931 એ પહેલો જેલનીવાસ14 અઠવાડિયાનો ભોગવ્યો. 1931 માં કરાંચીમાં મળેલા રાષ્ટ્રીય મહાસભા અધિવેશન હાજરી આપી. આ સમયગાળામાં ગાંધી- ઇરવિન કરાર થતા ઉમાશંકર જોશી કોલેજમાં પાછા ન જતાં, ગુજરાત વિધપીઠના કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા.
◆ સુવણચંદ્રકો અને પારિતોષિકો :-
ઉમાશંકર જોશીને પોતાના શ્રેષ્ઠ સર્જન માટે પ્રાપ્ત થયેલા સુવર્ણચંદ્રકો અને પારિતોષિકોની યાદી :-
(1) 1939 -' ગેંગત્રી' કાવ્યોસંગ્રહ માટે " રણજિતરામ સુવર્ણચંદ્રક "
( અર્પણ થયો- તા. 25 - 8- 1940)
(2) 1944 - " પ્રાચીન " નામના નાટયાત્મક કાવ્યોસપ્તક માટે " મહિડા પારિતોષિક " .
(3) 1945 - પ્રાચીના માટે " નર્મદ સુવર્ણચંદ્રક ".
(4) 1965 - 1963 થી 1965ના ગાળાની શ્રેષ્ઠ હસાહિત્ય કૃતિ તરીકે " મહાપ્રસ્થાન " માટે " ઉમા- સ્નેહરશિમ પારિતોષિક " .
(5) 1967 - કન્નદ કવિ પુટપ્પાની સાથે તેમને 1935 થી 1960 સુધીના સમયગાળાની ભારતની શ્રેષ્ઠ સર્જનકૃતિ " નિશિય " માટેનો જ્ઞાનપીઠ પુરસ્કાર
(6) 1968 - 1967 ના શ્રેષ્ઠ કાવ્યોગ્રંથ તરીકે " અભિજ્ઞા " માટે
" કવિશ્રી ન્હાનાલાલ પારિતોષિક "
(7) 1973- " કવિ શ્રદ્ધા" માટે સાહિત્ય અકાદમી - દિલ્હીનો પુરસ્કાર.
(8) 1979 - સોવિયેત લૅન્ડ " નહેરુ એવૉર્ડ".
(9) 1981 - " વિશ્વગુર્જરી " ગૌરવ પુરસ્કાર.
(10) 1985 - મહાકવિ કુમારન્ આશાન પારિતોષિક.
◆ ઉમાશંકાર જોશીનું સાહિત્યસર્જન ( કવન ) :-
કવિ ઉમાશંકર જોશીએ સાહિત્યના સર્જન અને વિવેચન બંનેમાં પ્રદાન કયું છે. તેમણે કવિતા, નાટક, ટૂંકીવાર્તા, લધુનવકથા,પ્રવાસર્નિબંધ, જીવનચરિત્ર, સંપાદન, વિવેચન અને અનુવાદ- આમ સાહિત્યના થયેલા વિવિધ પ્રકાશનોનો ઉલ્લેખ નીચે મુજબ છે:-
◆ કવિતા :-
(1) વિશ્વશાંતિ ( 1931)
(2) ગંગોત્રી (1934)
(3) નિશિય ( 1939)
(4) પ્રાચીના ( 1944)
(5) આતિથિયો (1946)
(6) વસંતવર્ષા ( 1954)
(7) મહાપ્રસ્થાન ( 1965)
(8) અભિજ્ઞા ( 1967)
(9) ભોમિયા વિના (1993)
(10 ધારાવસ્ત્રો (1981)
(11) સપ્તદી ( 1981)
(12) સમગ્ર કવિતા ( 1981)
◆ નાટક:-
(1) સાપના ભારા (1937)
(2)હવેલી 1977, ' શહીદ'
■ ટૂંકી વાર્તા :-
(1) શ્રાવણી મેળો (1937),
(2) વિસામો 1959' ત્રણ અધું બે અને બીજી વાતો' ( 1938) તથા ' અંતરાય ' (1947) ની વાર્તાઓમાં
(૩) ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ (1985)
◆ નવલકથા :-
(1) પારકા જાન્યાં (1940)
◆ નિબંધ :-
(1) ગોષ્ઠી (1951)
(2) ઉઘાડી બારી ( 1959)
(3) શિવ સંકલ્પ (1978)
" ઉમાશંકર માત્ર ગાંધીયુગનાં જ અગ્રણી કવિ નથી એમનું સ્થાન ગુજરાતી ભાષાના સવૅકાલીન કવિઓમાં છે. પણ ઉમાશંકર માત્ર મૂર્ધન્ય સાહિત્યકાર જ નથી: એક જીવંત સંસ્થા પણ છે. કવિ, વિદ્વાન, વિવરણકાર, વિવેચક, વિચારક, વિધિગુરુ, તંત્રી, કાર્યપુરૂષ, અને સૈમ્યાશયી સજ્જન: ઉમાશંકર ઘણા ઘણાં માણસોને મન ઘણી વસ્તુઓ છે."
જાન્યુઆરી - ફેબ્રુઆરી 2011ના ' પરબ ' સમિયિકમાં ઉમાશંકર જોશી વિશેના અન્ય લેખકોના લેખોનો સમાવેશ થાય તેવો અંક નામે ' ઉમાશંકર જોશી: કાવ્યોસ્વાદ વિશેશાંક ' પ્રકાશિત થયો. જેમાં ઉમાશંકર જોશી : આત્માની વાણી' નામે ઉમાશંકર જોશીના વ્યક્તિત્વ , જીવન અને સર્જન પ્રવૃત્તિઓનો પરિચય દર્શાવે છે. ... , " લંબગોળ ચહેરો, વિશાળ કપાળ, આછા વાળ, આવાજોનું અજવાળું નિરખતા- સાંભળતા કાન. નીચે તરફ જરી ઝુકતું નાક. જરા મોટા કચવાળા ચશ્માં, એક કાચ વધુ જાડો. દૂરથી આવતા મંગલ શબ્દોને સંભાળતી ને વીસવોકવિતાનાં તેજને પીતી આંખો. યુગોને નીરખતી- પારખતી દ્રષ્ટિ.
ઉમાશંકાર જોશી પ્રયોગ શીલ અને ચિંતનપ્રદાન ઊર્મિકવિ એવા છે કે તેમને, ગાંધીયુગના તેમજ અનુગાંધીયુગના , એમ બબ્બે યુગના પ્રસ્થાનકાર થવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. આમ, તેઓ પોતાની બૃહદ સરસ્વતી સાધનાથી આપણા એક આંતરરાષ્ટ્રીય ખ્યાતી મેળવનાર વિદ્યાપુરૂસ બની રહ્યા. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે રાજ્યસભાના સભ્યો તરીકે તેમજ જ્ઞાનપીઠ એવોર્ડના વિજેતા તરીકે અમે અનેક રૂપે ઉમાશંકર જોશીને આપણા સંસ્કારજીવનની અને સાહિત્ય જગતની સુદીર્ઘ બહુમૂલ્ય સેવાઓ કરી છે.
શ્રેષ્ઠ કાવ્યો
ReplyDelete